દ્વારકામાં ચોરી કરવાની શંકા સાથે શખ્સની અટકાયત

જામ ખંભાળિયા : દ્વારકાના રાંગાસર ગામના વાડી વિસ્તારમાં રહેતા ધનાભા લખુભા સુમણીયા નામના 21 વર્ષના શખ્સને પોલીસે ધ્રાસણવેલ ગામના બસ સ્ટેશન પાસેથી મોડી રાત્રીના સમયે બંધ દુકાનોના તાળા તપાસતા ઝડપી લઈ, ચોરી માટે વપરાતા સાધનો પકડ, તાળા તોડવા માટેના ચીપિયા, લોખંડના હથિયાર ગણેશિયું વિગેરે સાથે ઝડપી લઈ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122 (સી ઈ)મુજબ કાર્યવાહી કરી હતી.