રાવલમાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો

જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા પરબત લાખા કાગડીયા નામના ચાલીસ વર્ષના યુવાનને પોલીસે કેફી પીધેલી હાલતમાં રૂપિયા 10 હજારની કિંમતના સી.ડી. ડીલક્સ મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ કાર્યવાહી કરી હતી.