કલ્યાણપુર તાલુકામાં મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકની ભરતી કરાશે

ભરતી માટે લાયકાત એસ.એસ.સી. પાસ તેમજ સ્થાનિક લોકો અરજી કરી શકશે

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ચાલી રહેલ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક – કમ- કુકની ભરતી કરવાની થતી હોવાથી આ ભરતી માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી. પાસ તેમજ સ્થાનિક લોકો અરજી કરવા પાત્ર યોગ્ય છે. અરજી કરવા માટેનો સમયગાળો તા. 30 મે સુધીનો રહેશે. ત્યારબાદ કરવામાં આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં.

કલ્યાણપુર તાલુકાની બાંકોડી વાડી શાળા -1 અને શાળા -2, ગણેશગઢ પ્રાથ. શાળા, હડમતીયા વાડી શાળા, કેનેડી વાડી શાળા – 1, હનમાનગઢ (સાતપડા) વાડી શાળા – કેનેડી, બામણાસા પ્રાથ. શાળા, બામણાસા વાડી શાળા, ચંદ્રાવાડા પાથર વાડી શાળા – 3, કનકપર વાડી શાળા, ચાચલાણા વાડી શાળા -1, દેવળીયા વાડી શાળા – 1, દેવળીયા વાડી શાળા – 3, સતાપર વાડી શાળા – 2, મેઘપર ટીટોડી વાડી શાળા -1, મેઘપર ટીટોડી વાડી શાળા -2, ગોરાણા વાડી શાળા, રાવલ તાલુકા શાળા – 1, ગાંધવી વાડી શાળા – 4, ગાંગડી વાડી શાળા – 2, લાંબા વાડી શાળા – 3, લાંબા વાડી શાળા – 4, નાવદ્રા વાડી શાળા -1, નાવદ્રા વાડી શાળા – 2, ધતૂરિયા વાડી શાળા – 1, નગડિયા વાડી શાળા – 1, નગડિયા વાડી શાળા – 2, જામપર શિવનગર પ્રાથ. શાળા, રાજપરા નવાપરા પ્રાથમિક શાળા, રાવલ કન્યા શાળા, ગઢકા વાડી શાળા – 1, ડાંગરવડ પ્રાથ. શાળા / 206 – ડાંગરવડ વાડી શાળા – 2, નગડિયા વાડી શાળા – 3, મેવાસા ભોપામઢી વાડી શાળા – 2, પટેલકા ફગાશ વાડી શાળા, જેપુર પ્રાથ વાડી શાળા, પ્રેમસર પ્રાથ. શાળા, સણોસરી વાડી શાળા, મણીપુર હાબરડી વાડી શાળા – 1, મેવાસા વાડી શાળા -1, મોટા આસોટા કુમાર શાળા, મોટા આસોટા વાડી શાળા -1, મોટા આસોટા વાડી શાળા – 2, રાણ સીમ શાળા, મોટા આસોટા વાડી શાળા – 3, દેવળીયા વાડી શાળા – 5, કલ્યાણપુર વાડી શાળા – 4, મણીપુર હાબરડી વાડી શાળા – 2, મણીપુર હાબરડી વાડી શાળા – 3, ભોગાત વળી શાળા – 3, ધતુરીયા વળી શાળા – 3, લાંબા વાડી શાળા – 8, ચંદ્રાવાડા લીલવા વાડી શાળા – 2, નાવદ્રા વાડી શાળા – 3, પટેલકા બરછા વાડી શાળા, નંદાણા વાડી શાળા – 4, ભોગાત વાડી શાળા – 2, ચાચલાણા વાડી શાળા – 2, કાનપર શેરડી વાડી શાળા -1, ડાંગરવડ વાડી શાળા -1, ડાંગરવડ વાડી શાળા – 2, દુધિયા વાડી શાળા -1, દુધિયા વાડી શાળા – 2, ધતુરીયા વાડી શાળા – 2, મોડેલ સ્કૂલ કલ્યાણપુર, વીરપર પ્રાથ. શાળા, રણજીતપુર પ્રાથ. શાળા, ખીરસરા પ્રાથ. શાળા / 212 – ખીરસરા વાડી. શાળા – 1 માં આભરતી કરવાની છે.

સંચાલક – કમ- કુકની જગ્યા ઉપર અરજી કરવા માટે અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ન હોવા જોઈએ. અરજી કરવા ઇચ્છુક વ્યક્તિઓએ કલ્યાણપુર મામલતદાર કચેરી ખાતેથી કચેરીના સમય દરમિયાન ફોર્મ મેળવી લેવાનું રહેશે. અરજી ફોર્મની સાથે શૈક્ષણિક સર્ટિફિકેટની નકલ, આધારકાર્ડની નકલ, ચૂંટણી કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, પાસબુકની નકલ, તાજેતરના બે પાસપોર્ટ સાઈઝના ફોટા, જાતિના પ્રમાણપત્રની નકલ, શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ તેમજ અન્ય જરૂરી આધારો જોડવાના રહેશે.

ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટે તા.3 જૂનના રોજ 11 વાગ્યા કલ્યાણપુરની મામલતદાર કચેરી ખાતે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર થવાનું રહેશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.