કલ્યાણપુરમાં વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા: એકની શોધખોળ

પોલીસે કુલ રૂ.15,500નો મુદ્દામાલ પણ ઝડપ્યો

જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે રહેતા નરેશ જેઠાભાઈ પારિયા (ઉ.વ. 23) અને અરવિંદસિંહ આણદુભા જાડેજા (ઉ.વ. 42) નામના બે શખ્સોને પોલીસે રૂપિયા પાંચ હજારની કિંમતની બાર બોટલ વિદેશી દારૂ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 15,500ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

આ પ્રકરણમાં વનરાજસિંહ જાડેજા નામના એક શખ્સનું નામ ખુલતા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.