રાવલ અને દ્વારકામાં પીધેલા વાહનચાલકો ઝડપાયા

જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા ગોપાલ હાજા ગામી નામના 21 વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે કેફી પીધેલી હાલતમાં રૂ. 25 હજારની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો.

આ ઉપરાંત દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા હનીફ અબ્દુલ મુસ્લિમ નામના 32 વર્ષના શખ્સને પોલીસે હૂસેની ચોક વિસ્તારમાંથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. 15 હજારની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પરથી ઝડપી લઇ, તેની તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ કાર્યવાહી કરી હતી.