જામ ખંભાળિયા : વિદ્યાર્થીઓને કારકીર્દી વિષયક ઉચિત માર્ગદર્શન મળી રહે તે માટે આગામી સોમવાર તા. 30 ના રોજ સવારે 10 થી 12 સુધી ખંભાળિયામાં સ્ટેશન રોડ પર આવેલી જી.વી.જે. સરકારી હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાના કારકીર્દી માર્ગદર્શન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કલ્યાણપુરની મોડલ સ્કુલ ખાતે તા. 1 જૂનના રોજ, દ્વારકામાં મોડેલ સ્કુલ ખાતે તા. 4 ના રોજ તેમજ ભાણવડની વી.એમ. ઘેલાણી સરકારી હાઇસ્કુલ ખાતે તા. 6 જૂનના રોજ સવારે દસથી બાર દરમ્યાન તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમનો લાભ લેવા વિદ્યાર્થીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારીની એક યાદીમાં જણાવાયું છે.